Friday, May 3, 2024

હવે, બે વર્ષથી વધુ વયના બાળકો પર કોરોના રસી પરીક્ષણ, ભારત બાયોટેકને મંજૂરી.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ભારત હાલમાં કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે, તેમજ રસીકરણ પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે. નિષ્ણાતોએ સંકેત આપ્યો છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેની બાળકો પર પણ નોંધપાત્ર અસર પડી શકે છે. આ વાતને ધ્યાને લેતા એક મોટું પગલું લેવામાં આવ્યું છે. કોરોના વેક્સિન સાથે જોડાયેલી સબજેક્ટ એક્સપર્ટ કમિટી (એસઇસી)એ મંગળવારે 2થી 18 વર્ષની વયના બાળકો પર ભારત બાયોટેકની કોવેક્સિનની ટ્રાયલની ભલામણ કરી હતી, જેને મંજૂરી આપવામાં આવી છે. આ ક્લિનિકલ ટ્રાયલ 525 લોકો પર હાથ ધરવામાં આવશે, જે દિલ્હી એઇમ્સ, પટના એઇમ્સ, નાગપુર ખાતે MIMS હોસ્પિટલોમાં યોજાશે. સમિતિની ભલામણો અનુસાર, ભારત બાયોટેકએ ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ કરતા પહેલા, બીજા તબક્કાના સંપૂર્ણ ડેટા પૂરા પાડવા પડશે. એસઈસીએ ભલામણ કરી હતી કે ભારતે બાયટેકની કોવેક્સિનના ફેઝ 2, ફેઝ 3ના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપવી જોઈએ, જે 2થી 18 વર્ષની વયના બાળકો પર હાથ ધરવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલમાં ભારતમાં જે બે રસીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે 18 વર્ષથી વધુ વયના લોકો માટે જ રસી આપવામાં આવી રહી છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન રસી લોકોને આપવામાં આવી રહી છે.

નિષ્ણાતોએ ત્રીજી લહેર વિશે ચેતવણી આપી.
ભારતમાં કોરોનાની બીજી લહેરે વિનાશ સર્જ્યો છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી હતી. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે કહ્યું હતું કે ત્રીજી લહેર આવવાની ખાતરી છે અને બાળકો પર તેની વધુ અસર પડી શકે છે. નિષ્ણાતોની સલાહ બાદ સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકાર પાસે ત્રીજી લહેર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે જો ત્રીજી લહેર આવશે તો બાળકોનું શું થશે, તેમના પરિવારનું શું થશે,કેવી રીતે સારવાર કરવામાં આવશે આ બાબતો પર અત્યારથી વિચાર કરવાની જરૂર છે. ત્રીજી લહેરની ચેતવણી બાદ, ઘણા રાજ્યોએ બાળકો માટે અલગ હોસ્પિટલો બનાવવા, વિશેષ કોવીડ કેર સેન્ટર્સ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર