Saturday, April 20, 2024

ભારતમાં બનેલી કોરોનાની રસી પાકિસ્તાનીઓ લેશે, એસ્ટ્રાઝેનેકાના 17 મિલિયન ડોઝ ખરીદ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

કોરોના માટેની રસી શોધી રહેલા પાકિસ્તાનીઓની શોધ આખરે ભારતમાં જ પૂર્ણ થઈ છે. પાકિસ્તાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એસ્ટ્રાઝેનેકાની 17 મિલિયન કોરોનાની રસી મેળવી છે. જણાવી દઈએ કે એસ્ટ્રાઝેનેકાની રસી ભારતમાં સીરમ સંસ્થા બનાવે છે. ભારતમાં આ રસીનું નામ કોવિશિલ્ડ રાખવામાં આવ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના વિશેષ સલાહકાર ફૈઝલ સુલતાને કહ્યું હતું કે પાકિસ્તાન ટૂંક સમયમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે તેઓ ખુશ છે કે ચીની કંપની સિનોફોર્મના 5 લાખ ડોઝ ઉપરાંત, એસ્ટ્રાઝેનેકાના લગભગ 7 લાખ ડોઝ આ વર્ષે પાકિસ્તાનમાં આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં આવી જશે અને પાકિસ્તાનની જનતાને વિના મૂલ્યે રસી આપવામાં આવશે. પાકિસ્તાન એસ્ટ્રાઝેનેકાના 1 કરોડ 70 લાખ ડોઝ ખરીદી રહ્યું છે. ડબ્લ્યુએચઓ દ્વારા ભારતની રસી હાંસલ કરવામાં આવી. પાકિસ્તાને આ રસી ભારતમાંથી સીધી ખરીદી નથી. પરંતુ પાકિસ્તાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન COVAX પ્રોગ્રામનો આશરો લીધો છે. COVAX એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો એક પ્રોગ્રામ છે. આના માધ્યમથી ડબ્લ્યુએચઓ વિશ્વના તે દેશોમાં કોરોના રસીનું વિતરણ કરી રહ્યું છે, જ્યાં સરકાર આ રસી વિકસિત કરી શકી નથી અથવા તેને ખરીદી શક્તી નથી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને એસ્ટ્રાઝેનેકા, સિનોફોર્મ રસીના કટોકટી ઉપયોગની મંજૂરી આપી છે. પાકિસ્તાન જલ્દી રશિયાની સ્પુતનિક વી, રસીના ઉપયોગની મંજૂરી આપી શકે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર