Sunday, December 8, 2024

IPL 2021 માટે રિષભ પંતને દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ મળી, મુખ્ય કોચે આ નિવેદન આપ્યું.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દિલ્હી કેપિટલ્સ ટીમે મંગળવારે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. ઈજાના કારણે શ્રેયસ અય્યર 2021 ની ​​આઈપીએલમાંથી બહાર થયા બાદ, દિલ્હી ફ્રેન્ચાઇઝીએ રિષભ પંતને કેપ્ટન બનાવ્યો છે. ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે પણ પંતને ટેકો આપ્યો છે અને કહ્યું છે કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામેના તેના તાજેતરના પ્રદર્શનથી ટીમનું નેતૃત્વ કરવામાં મદદ મળશે અને તેનાથી તેનો આત્મવિશ્વાસ વધશે. નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યરની જગ્યાએ રીષભ પંતને ટીમના નવા કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવ્યો છે, કારણ કે અય્યર ઇજાના કારણે આ આખી સિઝન રમી શકશે નહીં. પોન્ટિંગે કહ્યું હતું કે, “યુવા રિષભ પંત માટે આ એક સરસ તક છે, જેમણે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યુ છે. તેમાં કોઈ શંકા નથી કે તેનાથી તેનામાં કપ્તાન કરતી વખતે મનોબળમાં વધારો થશે. કોચિંગ જૂથ તેમની સાથે કામ કરવા આતુર છે અને અમે આ સિઝનની શરૂઆતની રાહ જોઈ રહ્યા છીએ.” તમને જણાવી દઈએ કે, રિષભ પંતે તાજેતરમાં જ ટીમ ઈન્ડિયા માટે તમામ રૂપમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે જગ્યાની પુષ્ટિ કરી છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની તેની ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં અને પછી ભારતની ધરતી પર ઇંગ્લેન્ડ સામેની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટ મેચમાં તેણે પાંચમા દિવસે 97 રનની ઇનિંગ્સ ફટકારી હતી અને મુકાબલાને ડ્રો કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જ્યારે અંતિમ ટેસ્ટના ચોથા અને પાંચમા દિવસે નોટઆઉટ 89 રન ફટકારી ભારતને ઐતિહાસિક ટેસ્ટ જીત અપાવી હતી. આઈપીએલની 14 મી સીઝન 9 એપ્રિલથી શરૂ થશે. ગયા વર્ષે સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) માં રમાયેલી આઈપીએલની ફાઈનલમાં દિલ્હી કેપિટલસેએ જગ્યા બનાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર