બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલ અને તેના પતિ શીલાદિત્ય મુખોપાધ્યાય ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. શ્રેયાએ સોશિયલ મીડિયા પર આ એક સારા સમાચાર આપ્યા છે. તેણે ટ્વિટ કરીને કહ્યું છે કે બેબી શ્રેયાદિત્ય આવી રહ્યું છે. શ્રેયાએ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતા ફોટો શેર કરતા લખ્યું કે, “બેબી શ્રેયાદિત્ય આવી રહ્યું છે. શીલાદિત્ય અને હું આ સમાચાર તમારી સાથે શેર કરીને ખુબ આનંદ અનુભવ કરી રહયા છીએ. અમારા જીવનના નવા અધ્યાયની સાથે તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની જરુર છે.” શ્રેયા ઘોષલનાં માતા બનવાના સમાચારથી ચાહકો ખૂબ જ ખુશ છે અને બોલિવૂડ સ્ટાર્સ યુઝર્સ સાથે કોમેન્ટ કરીને તેમને અભિનંદન આપી રહ્યા છે. ઘણા ચાહકોએ શ્રેયા અને તેના પતિને ઘણી દુઆ પણ આપી છે. શ્રેયાએ 2015 માં શીલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા. આ બંને બાળપણથી જ એકબીજાને ઇચ્છતા હતા. તમને જણાવી દઈએ કે તાજેતરમાં ગાયક હર્ષદીપ કૌર અને તેના પતિ મનકિત સિંહે પુત્રનું સ્વાગત કર્યું. હર્ષદીપે થોડા સમય પહેલા પોતાના પતિ સાથે ગર્ભાવસ્થાના ફોટોશૂટની તસવીરો શેર કરી હતી અને કહ્યું હતું કે તેનો પુત્રએ દુનિયામાં કદમ રાખ્યો છે. હર્ષદીપ અને શ્રેયા સિવાય ગાયિકા નીતિ મોહન પણ તેના પહેલા બાળકને આવકારવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે શ્રેયાએ તેની જાતને વ્યસ્ત રાખી હતી. તેણે 2020 માં પોતાના ભાઈ સૌમ્યદીપ સાથે લોકડાઉનમાં સંગીત બનાવ્યું હતું. શ્રેયાએ કહ્યું હતું કે 2020 માં લોકડાઉન થવાને કારણે તેને પરિવાર અને રિયાઝ માટે ઘણો સમય મળ્યો હતો. તેમણે સરળતા સાથે જીવન જીવવાનું શીખ્યું. તે પણ જણાવ્યું કે તેણીને બાગકામ, સફાઈ અને રસોઈ જેવી ખૂબ જ સરળ કામોમાં આનંદ આવે છે.
ટૂંક સમયમાં શ્રેયા ઘોષાલ માતા બનશે, બેબી બમ્પ સાથે ફોટો શેર કર્યો, બાળકનું નામ જણાવ્યું.
વધુ જુઓ
સુશાંત સિંહ રાજપૂતે 2019માં અચાનક તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, જાણો તેની પાછળનું કારણ.
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ પૂર્ણ થવામાં માત્ર ૪ દિવસ બાકી છે અને આ કેસની તપાસ હજી ચાલુ છે. સુશાંતે ગયા વર્ષે 14 જૂન, 2020ના રોજ વિશ્વને વિદાય આપી હતી. આટલા સમય પછી પણ તેના ચાહકોને વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ લાગી રહ્યો છે કે તે હવે...
કેટરીના કૈફ અને વિકી કૌશલ રિલેશનશિપમાં છે ? આ વાતની પુષ્ટિ આ અભિનેતાએ આપી.
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ વચ્ચે ચાલી રહેલ પ્રેમની ચર્ચાઓ છેલ્લા ઘણા મહિનાઓથી થઇ રહી છે, જોકે બંને વચ્ચેના સંબંધોની પુષ્ટિ થઈ નથી. કેટરિના કે વિકી કોઈ પણ તરફથી પણ આની હજુ કંઇ પણ પુષ્ટિ થઈ નથી. પરંતુ હવે એક ફિલ્મ અભિનેતાએ બંને વચ્ચેના સંબંધની પુષ્ટિ કરી...
Netflix પર ઓગસ્ટમાં ‘ધમાકા’ કરી શકે છે કાર્તિક આર્યન, જાણો સંપૂર્ણ વિગતો.
બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન હાલ પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કાર્તિકના હાથમાંથી કેટલાક મોટા પ્રોજેક્ટ છૂટી ગયા છે પરંતુ તેના હાથમાં હજી પણ કેટલીક ફિલ્મો છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મોમાંથી એક ફિલ્મ છે રામ માધવાનીની 'ધમાકા'. 'ધમાકા' ઘણા...