કોરોના મહામારીના સમયમાં પણ અમુક લોકો તકનો લાભ લઇ પૈસા કમાવાની આડમાં માનવતા ભૂલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યાં હોય તેવા અનેક બનાવો દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. આવો જ એક બનાવ બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં બોગસ ડોક્ટર ઝડપાવાનો સીલસિલો યથાવથ જોવા મળી રહ્યો છે. વધુ એક મેડિકલ ડીગ્રી વગરનો બોગસ ડોકટરને હડાદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મોટા બામોદ્રા ગામે બામોદરા ચાર રસ્તા ઉપર ભાડાની દુકાનમાં એક ડિગ્રી વગર એલોપેથી દવાઓથી લોકોની સારવાર કરી ખાનગી ડોકટરની પ્રેક્ટિસ દુકાનમાં કરે છે. જે હકીકત આધારે સદરે જગ્યાએ જતા સટરવાળી દુકાનમાં શક્તિસિંહ મનહરસિંહ જાતે. વાઘેલા ઉ.વ.૨૭ રહે. ભાણપુર તા.દાતા જી.બનાસકાંઠા વાળો પોતે ડોકટર નથી તેમ જાણતો હોવા છતાં એલોપેથીક દવાઓ વડે તબીબી પ્રેક્ટિસ કરી ગેરકાનૂની દવાઓ રાખી જાહેરમાં દવાખાનું ખોલી પોતે નિષ્ણાત ન હોવા છતાં લોકોની સારવાર કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી એલોપેથિક દવાઓ તથા બી.પી.ઇન્સટુમેન્ટ મળી એમ કુલ મળી રૂપિયા ૩૮,૬૨૯/- ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ તેના વિરુધ્ધ ઇ.પી.કો કલમ ૪૧૯ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ નર્સ એકટ ૧૯૬૩ ની કલમ ૩૦,૩૫ મુજબનો ગુનો નોંધી હડાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. દાતા તાલુકામાં બોગસ ડોકટરો સતત પકડાઈ રહ્યા છે દાતા તાલુકાના ગામોમાં હજુ પણ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવે તો બોગસ ડોકટરઓ ઝડપાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.



 
                                    




