કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવેલી આઇપીએલ 2021ની બાકીની મેચોની અસર ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી પર પડે તેવી શક્યતા છે. આ શ્રેણીના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે, જેના માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ને વિનંતી કરી છે.
બીસીસીઆઈએ આ વિનંતી કરી.
સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઇએ ઈસીબીને એક અઠવાડિયા અગાઉ પાંચ ટેસ્ટની શ્રેણી શરૂ કરવા વિનંતી કરી છે. આનાથી બીસીસીઆઇને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ 2021)ની બાકીની મેચો યોજવા માટે વધારાનો સમય મળશે. ઉલ્લેખનીય છે કે આઇપીએલ 2021 માટે 31 મેચો બાકી છે, જે સપ્ટેમ્બર 2021માં યોજાવાની યોજના છે. જોકે બીસીસીઆઇ તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇક અર્થટને પણ આ વાતની પુષ્ટિ કરી હતી.
માઇક અર્થટન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અથર્ટને બંને દેશોના બોર્ડ વચ્ચેની ચર્ચા અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, મુલતવી રાખેલી આઇપીએલ પૂરી કરવા માટે બીસીસીઆઇએ ઈસીબીને એક અઠવાડિયા અગાઉ ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ યોજવા જણાવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19ના રોગચાળાને કારણે ક્રિકેટના શેડ્યૂલને ખરાબ અસર થઈ હોવાથી સંબંધિત બોર્ડ વચ્ચે અનૌપચારિક ચર્ચા થઈ હતી.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમ્યા બાદ ઈંગ્લેન્ડમાં લગભગ છ અઠવાડિયા વિતાવશે. ન્યૂઝીલેન્ડ સામેની મેચ 18-22 જૂન દરમિયાન સાઉથમ્પ્ટનમાં રમાશે. ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની શ્રેણીની પ્રથમ મેચ 4થી 8 ઓગસ્ટ દરમિયાન રમાશે. તે પછી 12-16 ઓગસ્ટ લોર્ડ્સમાં , 25-29 ઓગસ્ટ લીડ્ઝ ખાતે, 2થી 6 સપ્ટેમ્બર ઓવલ ખાતે અને 10-14 સપ્ટેમ્બર માન્ચેસ્ટરમાં યોજાશે.



 
                                    




