Monday, October 7, 2024

બીજા તબક્કાના રસીકરણ અંગે શું છે મોટો નિર્ણય, જાણો ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દેશમાં કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. રસીકરણના બીજા તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ મુખ્યમંત્રીઓને કોરોનાની રસી મળશે જે અંગેની જાણકારી એક રિપોર્ટના દવા અનુસાર કરવામાંi આવી હતી. મળતી માહિતી અનુસાર, તેનો હેતુ કોરોના રસી સામે સામાન્ય લોકોમાં વિશ્વાસ કેળવવાનો છે. સાથે જ વિપક્ષ દ્વારા રસીને લઈને ઉઠાવવામાં આવેલા સવાલોને લઈને ઘણી બધી અફવાઓ ફેલાઈ રહી છે. આથી એક માહિતી અનુસાર સામન્ય લોકોમાં રસીને લઈને તેનો વિશ્વાસ જાણવાઇ રહે તે હેતુથી તેઓને રસી આપવામાં આવે તેવી શ્ક્યતા છે. સાથે જ પીએમ મોદી અને અન્ય મંત્રીઓને રસી આપવાનું કારણ તેમની ઉમર 50 વર્ષ કે તેથી ઉપર છે આથી બીજા તબક્કામાં આ રસી દેશના 75 % સાંસદો, મુખ્ય પ્રધાનો અને મંત્રીઓની આપવામાં આવશે, જેમની ઉંમર 50 વર્ષ કે તેથી વધુ છે. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના રસીકરણનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે, જે અંતર્ગત 7 લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. બીજા તબક્કા હેઠળ, 50 વર્ષથી વધુ ઉંમરના અને અન્ય રોગોથી પીડાતા 27 કરોડ લોકોને રસી આપવાની યોજના ઘડવામાં આવી છે. બીજા તબક્કામાં સેનાના જવાનો, અર્ધલશ્કરી દળના જવાનો અને 50 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવશે. જો કે, બીજો તબક્કો ક્યારે શરૂ થશે તે હજી સ્પષ્ટ નથી, પરંતુ બીજા તબક્કાની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. આ તબક્કામાં મુખ્ય પ્રધાનો, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મોટાભાગના રાજ્યોના રાજ્યપાલો સહિત ઘણા વીવીઆઈપીઓને રસીકરણ આપવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર