Monday, September 9, 2024

મોંઘી કારથી લઈ આલીશાન ઘરની સાથે આ લક્ઝરી વસ્તુઓના માલિક છે સાઉથના આ સુપર સ્ટાર.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વિજય દેવરાકોંડા, પ્રભાસ અને અલ્લુ અર્જુન સાઉથ ઇન્ડિયન સિનેમાના કેટલાક સૌથી લોકપ્રિય સ્ટાર્સમાના એક છે. તે ટોલીવુડના સુપરસ્ટાર છે, અને કરોડો લોકો તેમના ચાહકો છે. આ સ્ટાર્સ સૌથી પોપ્યુલર હોવાની સાથે સાથે સાઉથમાં સૌથી મોંધી લાઇફસ્ટાઇલ પણ જીવે છે. તેની પાસે લક્ઝરી ગાડીઓ, વેનેટી વેન જેવી તમામ વસ્તુઓ છે. તો ચાલો જાણીએ આવા જ કેટલાક કલાકારો વિશે.


તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનએ વર્ષ 2019માં પોતાની આલીશાન વેનેટી વેનની તસવીર શેર કરી હતી. તેમણે તેમના ઇન્સ્ટગ્રામ અકાઉન્ટ પીઆર તેનો ફોટો શેર કર્યો હતો. તેની વેનેટી વેનનું નામ તેમણે ફૈલ્ક્ન રાખ્યું છે. અને તેની કિંમત લગભગ 7 કરોડ જેટલી છે.

મલયાલમ સિનેમાના સુપરસ્ટાર મોહનલાલને નંબર 9 થી ખૂબ જ લગાવ છે અને તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેની બધી ગાડીઓ પર આ નંબર જોવા મળશે.મોહનલાલની ગાડીઓ વિશે વાત કરીએ તો, તેમની પાસે Mercedes Benz W221, Pajero Sport, Mercedes Benz S Class અને Mercedes Benz GL 350 જેવી ગાડીઓ છે.

એક રિપોર્ટ અનુસાર પ્રભાસ પાસે આલીશાન ગાડીઓની પૂરી રેંજ છે. 9 કરોડની રોલ્સ રૉયસ ફૈટમ સિવાય તેમની પાસે જૈગુઆર XJL કાર પણ છે. અને તેની કિમત લગભગ 2 કરોડ રૂપિયા જેટલી છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાઉથના સૌથી મોટા સુપરસ્ટાર રજનીકાંત Lamborghini Urus ચલાવતા નજરે આવી ચૂક્યા છે. twin-turbo V8 આ કારની કિમત લગભગ 3 કરોડ રૂપિયા છે.

એકટર વિજય દેવરાકોંડા અને તેમનો પરિવાર હૈદરાબાદના એક આલીશાન બંગલામાં રહે છે. સૂત્રો અનુસાર જુબલી હિલના વિસ્તારમાં સ્થિત વિજયના ઘરની કિમત લગભગ 15 કરોડ રૂપિયા જેટલી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર